My Dream


"All our dreams can come true, if we have the courage to pursue them."

Walt Disney


મારું ખોવાણું રે સપનું 

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
 પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.
 
  1. જીવનના સાત પગલા

    1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.

    (2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.

    (3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.

    (4) યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની  ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.

    (5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.

    (6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
    (7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.
    સાત પગલા પૂરા થશે.

મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો...
અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...!

મિત્રો મળ્યા તા ઘણા, અને મિત્રતા પણ ઘણી ગાઢ હતી..
પણ આજે નથી કઇ કેમ, તે વિશે કઇ ખાસ નથી જાણતો...

ચાહયા હતા જેમને મે મારી જાત થી વધુ, તે બધા
આજેકોને ચાહી રહયા છે, તે વિશે કઇ ખાસ નથી જાણતો...

એટલે જ તો સંબંધોના રણમાં એકલો ભટકે છે "GYAN"
કારણ કે તે,સંબંધો નિભાવવા વિશે કઈ ખાસ નથી જાણતો...

પણ .........
જીદગી જેવી જીવુ છું, કાગળ પર ઉતારું છું
વળી ઉતારીને તેને, મઠારુ છું
ફર્ક એટલો જ છે, તમારામાં ને મારા માં
વિચારીને જીવો છો તમે, હું જીવીને વિચારું છું

 Click Image to Know About me


જરાય દોસ્તો ખબર નથી કે - મનોજ ખંડેરીયા


Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

– મનોજ ખંડેરીયા

 

Make a Free Website with Yola.